Sunday, December 26, 2021

અગ્નિકન્યા દ્રૌપદી ની મનોવ્યથા

હસ્તિનાપુરના રાજમહાલયમાં રમાતી દ્યુત ફ્રીડા આટલા ભયંકર પરિણામ લાવશે એની ખબર જેને ખબર હતી તે આ રાજસભામાં હાજર ન હતા. રજસ્વલા દ્રોપદી પોતાના કક્ષમાં હતા, ત્યાં દુઃશાસન મર્યાદા તોડી અંદર પ્રવેશે છે અને દ્રૌપદીને રાજસભામાં આવવા કહે છે, જ્યારે દ્રૌપદી ના કહે છે તો દુઃશાસન તેણીના કેશ પકડી ઘસેડીને રાજસભામાં ખેચી લાવે છે, દ્રૌપદીના મસ્તક પર ઘાવ થાય છે, લોહી વહે છે પણ ક્રૂર દુઃશાસન પોતાની ભાભી ને દાસી સમાન માની અપમાનિત કરતો કરતો રાજસભામાં વચ્ચે જઈ ફેકે છે. પોતે કોઈ મહાન કાર્ય કર્યું હોય એમ ગર્વથી દુર્યોધન ને કહે છે કે ભ્રાતા આ દાસી આપના ચરણો માં હાજર છે. પૂરી સભામાં શાંતી છવાય જાય છે, પાંડુ પુત્રોના શીશ જુકેલા હોય છે, ભીમ ક્રોધને કાબૂ કરીને જુકેલો બેઠો છે. દ્રૌપદી સભા જનો ને પૂછે છે કે એ દાસી કેવી રીતે હોય શકે? જે યુધિષ્ઠિર જે પતિ જે પુરુષ પોતાની જાત ને હારી ચૂક્યા હોય એ પોતાની પત્ની ને હોડમાં રાખવાનો અધિકારી કેવી રીતે હોય શકે? વિદ્વાન, મહાન, જ્ઞાંનસમૃધ્ધ , ધર્મજ્ઞ ચૂપ રહે છે, કોઈ દ્રૌપદીનો સાથ નથી આપતું. જે દ્રૌપદી એ આ રાષ્ટ્રના અઠંગતા માટે પોતાની જાત ન્યોછાવર કરી દીધેલ તેના માન ની રક્ષા કાજે કોઈ ઉભુ થવા તૈયાર ન હતું. કુલવધુ નું આવું ઘોર અપમાન બેસી ને જોવાની ક્ષમતા હતી આ લોકોમાં પણ તેના અપમાન ને અટકાવવાની કે દુર્યોધન કે ધૃતરાષ્ટ્ર ને એક શબ્દ પણ કહેવાની હિંમત કોઈનામાં ના હતી. દુર્યોધન અભદ્ર શબ્દોથી દ્રૌપદી ને અપમાનિત કરે છે , અગ્નિકન્યાની મનોવ્યથા સમજનાર ત્યાં કોઈ હાજર ન હતું, કેટલી બધી લાગણીઓ એકસાથે એક હજાર ગુણી વધીને એ અસામાન્ય સ્ત્રીને પોતાના અસ્તિત્વ પર પ્રશ્ન કરી રહી હતી. કોઈ દોષ વગર આવો વ્યવહાર સહન કરવાની તાકાત પૃથ્વી પર બીજી કોઈ હયાત સ્ત્રીમાં નહિ હોય. આ બધું ઓછું હતું કે દુર્યોધન દુઃશાસન ને દ્રૌપદીના ચીર હરણનો આદેશ આપે છે, છતાં બધા મુક છે. મહાપુરુષોની એ સભા ક્ષોભમય બની ધિક્કારવા યોગ્ય હતી, દુર્વ્યવહાર ની એક એક ક્ષણ ભવિષ્ય માં આકરા પરિણામો નોતરવાની હતી. દ્રૌપદી સમજી ચૂકી હતી કે આ સભામાં તેમના પતિ સહિત કોઈ તેની લાજ ની રક્ષા કાજે આવવાના નથી, સંપૂર્ણ સમર્પણની ઘડી જન્મે છે, તેણી તેના સખા, તેના ભગવાન શ્રી કૃષ્ણને રક્ષા માટે બોલાવે છે, કૃષ્ણલીલા અદભુત જોવા મળે છે. આખી સભાના બધા પુરુષોના ઉપવસ્ત્ર ,ઘરેણાં,મુકટ ફેકાઇ જાય છે, દ્રૌપદીની સાડી અનંત બની જાય છે જેને મૂર્ખ દુઃશાસન ઘમંડમાં ચૂર બની ખેચી ખેંચીને બેવડો વળી જાય છે પણ સાડી પૂરી નથી થતી, અંતે હાર માની લે છે. બધું શાંત થાય છે , અગ્નિકન્યાના માન ને માધવ સાચવી લે છે પણ જે ઘાવ તેના અંતરમન ને હચમચાવી દે છે તેની પુરવણી મહાભારત નું યુધ્ધ કરવાનું હતું. દ્રૌપદી દૈવીય કન્યા હતી, સત થી તેજસ્વી ,અગ્નિમાંથી જન્મેલ, પોતાના તપથી ત્યારે ને ત્યારે પૂરી સભા ને ભસ્મ કરી શકવાની શક્તિ રાખનાર હતી. હવે ધૃતરાષ્ટ્ર ગંભરાય છે ,આવું કશું દ્રૌપદી ના કરે તેના માટે તે વરદાન માંગવાનું કહે છે, દ્રૌપદી પોતાના બધા પતિઓને મુક્ત કરવાનું માંગે છે, હસ્તિનાપુરની બીજી સ્ત્રીઓ ગાંધારી,કુંતી પણ રાજસભામાં આવી જાય છે. ગાંધારી દ્રૌપદીની માફી માંગે છે અને તેને ત્યાંથી લઈ જાય છે, દ્રૌપદી બીજે કશે કોઈને મળ્યા વગર એકલી ઇન્દ્રપ્રસ્થ નીકળી જાય છે.

Ephemeral life

We know life is ephemeral, it's a journey towards the death. we have a limited time, we know nothing is gonna remain permanent but we st...